Tuesday, March 10, 2026

ટંકારા ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં પાટીદાર સમાજની ત્રણ પાંખનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા : સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ગત તા. 03 ને મંગળવાર (અખાત્રીજ) ના રોજ તૃતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજની ત્રણ પાંખનું સન્માન કરવામાં આવ્યું હતું.

હડમતીયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરિયા પાટીદાર સમાજના સામાજિક કાર્યો જેવા કે, કોરોના કેર આયસોલેશન સેન્ટર, બ્લડ ડોનેશન કેમ્પ, સ્ત્રીરોગ કેમ્પ, સ્ત્રી કેન્સર વિશે સેમિનાર તેમજ સમૂહ લગ્નોત્સવ સહિતના અનેક સામાજીક કાર્યો જોઈને પ્રભાવિત થયા હતા અને તેઓએ સમૂહલગ્નમાં સમાજની ત્રણ પાંખ કારોબારી કમિટી, યુવા કમિટી અને મહિલા સમિતિનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.

આ તકે પંકજભાઈ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે, લેઉવા પાટીદાર સમાજને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તન, મન અને ધનથી તમારી સાથે છું. આવો સહયોગ આપવા બદલ સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાએ પંકજભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW