મોરબી : GIET સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થી ઉપયોગી કાર્યક્રમો અને સ્પર્ધાઓ તૈયાર કર્યા હતા જેને ગુજરાત રાજ્યના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિદ્યાવાહકની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાના વિદ્યાવાહક તરીકે હજનાળી પ્રાથમિક શાળાના શિક્ષક ગઢવી સંજયકુમાર વશરામભા ફરજ બજાવે છે. સંજયકુમારનું આગામી તા. 06/06/2022 ના રોજ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરવામાં આવશે જે હજનાળી પ્રાથમિક શાળા અને મોરબી તાલુકા માટે ગૌરવની વાત કહી શકાય. આ સાથે મોરબી જીલ્લાના અન્ય 9 શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવશે.