મોરબી : રાષ્ટ્રીય સેવાની ભાવનાને વરેલા ઈન્ડીયન લાયોનેસ ક્લબ (મોરબી) ના વર્ષ ૨૦૨૨-૨૩ ના નવનિયુક્ત પ્રમુખ નયનાબેન બારા તેમજ તેમની ટીમના શપથગ્રહણ સમારોહનું મોરબીના રામ ચોક ખાતે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સહિતના હોદેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા .
આ શપથ ગ્રહણ સમારોહમાં શપથ પુરોહિત ધીમંતભાઇ શેઠ (નેશનલ કો – ચેરમેન,ઇન્ડિયન લાયન્સ ) અને શોભનાબા ઝાલા (નેશનલ જોઇન્ટ સેક્રેટરી, ઈન્ડિયન લાયોનેસ), વિજ્યાબેન કટારિયા (સ્ટેટ પ્રેસીડેન્ટ,ઈન્ડિયન લાયોનેસ ), ધીરૂભાઈ સુરેલિયા (સ્ટેટ વાઈસ પ્રેસીડેન્ટ, ઈન્ડિયન લાયન્સ), સુરેશભાઈ કટારિયા (સેક્ટર ચેરમેન,ઈન્ડિયન લાયન્સ) તથા વિશેષ મહેમાન તરીકે જીતુભાઇ વડસોલા (ટ્રસ્ટી, નિલકંઠ વિદ્યાલય) અને મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ જોષીએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

