Friday, May 2, 2025

મોરબી જિલ્લાની મોડેલ સ્કુલોમાં ૬ થી ૯ માં પ્રવેશ માટે ૨જી મે થી પ્રક્રિયા શરૂ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય સંચાલીત મોડેલ સ્કુલ/મોડેલ ડે સ્કુલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ થી ૯ માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે.

મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલ, નવા આઈ.ટી.આઈ. પાસે, રાજકોટ રોડ, વાંકાનેર, મોડેલ સ્કુલ-મોટી બરાર તા. માળીયા (મીં.) અને મોડેલ સ્કુલ, જી.આઈ.ડી.સી. સામે, ધ્રાંગધ્રા રોડ, હળવદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તા. ૦૨ મે થી અરજી વિતરણ શરૂ થશે અને તા. ૦૧ જૂન સુધી અરજી શાળાઓમાં સ્વીકારાશે, તા. ૦૪ જૂનના રોજ મેરીટ યાદી જાહેર થશે અને તા. ૧૦ જૂન સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ ના પરીણામ બાદ પ્રવેશફોર્મ વિતરણ કરવામાં આવશે. આ મોડેલ સ્કુલોમાં અનુભવી શિક્ષકો દ્વારા વિનામુલ્ય શિક્ષણ, પાઠ્યપુસ્તકો, ધોરણ-૯ થી ધોરણ-૧૨ની પાત્રતા ધરાવતી ૧૦૦ દિકરીઓ માટે ફ્રી હોસ્ટેલની સુવિધા, સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ ની પાત્રતા ધરાવતી કન્યાઓને વિનામુલ્યે સાયકલ સહાય આપવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW