મોરબી : ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-2022 થી ઓનલાઈન કરવામાં આવેલ છે અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે સેન્ડ બેન્ક કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ 31 મે હતી પરંતુ સંયુકત નિયામક (ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તા. 18 જૂન સુધી જરૂરી પૂર્તતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે જેથી પૂર્તતા સાથે અરજી કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવાયું છે.