મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવં પરામર્શ કરીને મોરબી જીલ્લા ભાજપ ઔદ્યોગિક સેલના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ ઔદ્યોગિક સેલના સંયોજક તરીકે હરેશભાઈ બોપલીયા અને સહ સંયોજક તરીકે જગદીશભાઈ પનારાની વરણી કરવામાં આવી છે જયારે શશાંકભાઈ દંગી, દિલાવરસિંહ જાડેજા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉમેશભાઈ વિડજા, કેવલભાઈ સંઘાણી અને જયેશભાઈ પટેલની ઔદ્યોગિક સેલના સભ્ય પદે નિમણુંક કરવામાં આવી છે.