મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોટીલા તાલુકાના પાંચવડા ગામની સીમમાંથી ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસને સોંપી દીધો હતો.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યરત હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમીને મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હાનો ફરાર આરોપી ફતેસિંહ લખમણ સંગાડીયા (ઉં.વ. 45, મૂળ રહે. ભાંડાખેડા, તા. રાણાપુર, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) ચોટીલા તાલુકાના પાંચવડા ગામમાં હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ફતેસિંહને પાંચવડા ગામની સીમમાંથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.