Saturday, March 7, 2026

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હાનો ફરાર આરોપી લાલપર નજીકથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી. ની ટીમે લાલપર નજીકથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જીલ્લાના અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કાર્યરત હોય તે દરમિયાન  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં છેલ્લા નવેક માસથી નાસતો ફરતો આરોપી સુરેશ નથુભાઇ સાલાણી (ઉં.વ. ૨૮, રહે. ભીમાસર તા. રાપર જી. ભુજ કચ્છ) લાલપર શૈલેષ વે બ્રિજ પાસે ઉભેલ હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે શૈલેષ વે બ્રિજ પાસેથી આરોપી સુરેશને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW