Thursday, May 1, 2025

હળવદના ધણાદ ગામે વાડી વિસ્તારમાંથી લોહી લુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ચકરાર

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ધણાદ ગામે વાડી વિસ્તારમાંથી ભેદી સંજોગોમાં લોહી લુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવાન વાડીએ ઉનાળુ તલનું રખોપુ ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવતા હળવદ પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી જઈને ગુન્હો નોંધવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા 25 વર્ષીય રાજુભાઈ નાગરભાઈ ઝિંઝરીયા નામના યુવાનની તેની જ વાડીમાંથી મોડી રાત્રે લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનાને પગલે હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજુભાઈની ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેઓ રોજ રાત્રીના વાડીએ રખોપુ કરવા જતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW