માળીયા તાલુકામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના બુટલેગરને માળીયા પોલીસ દ્વારા પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાસા વોરંટના અટકાયતીને ધોરણસર અટક કરી પાસા બજવણી કરવાની સુચનાને પગલે માળીયા મિંયાણા પોલીસે મોટા દહીંસરા ગામના હરદેવસિંહ ભાવુભા જાડેજા (ઉં.વ. 25) ને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા કેસ નં. 12/2022 ના કામે અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.