માળીયા : માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં છેલ્લા નવેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે માળીયા પોલીસને હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ મથકમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં છેલ્લા નવેક વર્ષથી નાસતા ફરતા પુનમા હીરારામ ભાદુ (રહે. હેમાગુડા તા.સાંચૌર જી.જાલોર, રાજસ્થાન) સાંચોર ખાતે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની પોલીસ ટીમે સાંચૌર ખાતેથી આરોપી પુનમા હીરારામને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.