ટંકારા : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા. 18 થી તા. 22 એપ્રિલ દરમિયાન દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયેલ છે જે અંતર્ગત તા. 22 એપ્રિલને શુક્રવારના રોજ ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાશે જેમાં જુદા જુદા તબીબો તજજ્ઞો દવા સારવાર તેમજ રેફરન્સ સેવાઓ પૂરી પાડશે અને આરોગ્યલક્ષી શિક્ષણ અપાશે.
મોરબી જીલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ પદે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આરોગ્ય અધિકારી દ્વારા ટંકારા તાલુકામાં તાલુકા કક્ષાનો આરોગ્ય સેવા સેતુ યોજાશે. આ આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા ટંકારા તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ દ્વારા ટંકારા તાલુકાના લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.