TEAM VISION દ્વારા સુરતમાં દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનુ આયોજન

સુરત: પુસ્તકો આપણને પસ્તી થતા બચાવે છે. TEAM VISION – સુરત દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમા હાલ ૫૦૦થી વધુ પુસ્તકો પુસ્તક પરબમાં ઉપસ્થિત છે. જ્યા લોકો પુસ્તકોની નિઃશુલ્ક આપ- લે કરી શકે છે. આજના આ મોબાઇલ યુગમાં યુવાન ઇતિહાસ તથા તેની ખૂબીઓ ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યો છે ત્યારે માતૃભાષા તથા માતૃભૂમિના વિકાસ માટે પ્રેરણા મળે એવા કાર્યના હેતુથી એક ડગલું નવી દિશા તરફ.

આવો આપણે સૌ સાથે મળીને સમાજ માટે તથા ખુદના માટે જ્ઞાનવૃદ્ધિ નું કાર્ય કરીએ.

આપના સંપર્ક માં જો કોઈ ના ઘરે અને વંચાય ગયા હોય તેવા પુસ્તકો હોય તો જાણ કરવા વીંનતી જેથી કરીને લોકોના ઉપયોગમાં આવી શકે.

ધ્રુવીન રાખોલિયા – 8733970620







