મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઈટાકોન ગ્રેનાઈટો સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમા રહેતા મૂલચંદભાઈ બિન્દાભાઈ બન્સકાર નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને શ્રમિકના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.