મોરબી તાલુકાના માનસર ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં સી.એચ.ઓ તેમજ એફ.એચ. ડબલ્યુ. ની ખાલી જગ્યા ભરવા માટે માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરિયાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
મોરબી તાલુકાના માનસર ગામ સેન્ટરમાં આવેલું હોય અને ગામની વસ્તી અંદાજે 1600 થી વધારે હોય અને ખેત મજૂરી અર્થે આવતા પરપ્રાંતીય લોકોની સંખ્યા પણ વધુ હોય માનસર ગામમાં આરોગ્ય સુવિધા મેળવવામાં લોકોને મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આ ખાલી પડેલી જગ્યા સત્વરે ભરવામાં આવે તો આજુબાજુના ગામનાં લોકો તેમજ પરપ્રાંતિય મજૂરોને ગામમાં જ આરોગ્યલક્ષી સુવિધાઓ સમયસર મળી રહે તેમ છે જેથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.