માળીયા : માળીયા મિંયાણા તાલુકાનાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વીજપોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં હોય ગામનાં સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયાએ પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જે આવેદનમાં જણાવાયું છે કે, માળીયા (મીં.) તાલુકાના બગસરા ગામે સરકાર દ્વારા અગાઉ નાખેલા વીજપોલ બહુ જુના છે અને મેઈન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઈ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા) ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરવામાં આવી છે.

