મોરબી : મોરબી તાલુકાના વાવડી પાટીયાથી માનસર ગામ સુધીના રોડનું પેચવર્ક કરાવવા બાબતે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઈ ચીખલીયા અને હેમંતલાલ ઠાકરશીભાઈ દેથરીયાએ જીલ્લા પંચાયત સભ્ય જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરી છે.
જે રજૂઆતમાં જણાવાયું છે કે, વાવડી પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય અને દરેક નાગરિકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી આ રોડનું તાત્કાલિક પેચવર્ક કરાવી આપી લોકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માંગ કરી છે.