મોરબી : સોશીયલ મીડીયામાં “રમતો જોગી” થી ખ્યાતિ મેળવનાર કિરણ ખોખાણી આવતીકાલે મોરબી આવી રહ્યા છે. કિરણ ખોખાણી આમ આદમી પાર્ટીના બેનર હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને હાલ તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સદસ્ય છે જેઓ આવતીકાલે ગુરુવારે મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ ઉમા રિસોર્ટ ખાતે જન સંવાદ સભા સંબોધશે.
આ કાર્યક્રમમાં આમ જનતા સાથે કિરણ ખોખાણી ચર્ચા કરશે જેમાં મુખ્ય મુદ્દો એ પણ રહેશે કે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ? આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતું શિક્ષણ સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સારી સેવાઓ આપવાનો રહ્યો છે. દિલ્હી બાદ પંજાબમાં પણ લોકોને ભારતના બંધારણ મુજબ સારી સુવિધાઓ મળી રહી છે ત્યારે આ અંગે ગુજરાત શું ઈચ્છી રહ્યું છે તે વિષય પર ચર્ચા આ કાર્યક્રમમાં કરવામાં આવશે જેથી આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા તમામ જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.