મોરબીના નાની વાવડી ગામ નજીકની સંકેત ફૂડ પ્રોડક્ટ નામની ફેકટરીમાં સ્ટોર કરેલ મેંદાના લોટની 50 કિલોગ્રામની 85 ગુણી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી તાલુકાના વાવડી ગામ નજીક માધવ ગૌશાળાના પાછળના ભાગમાં આવેલ સંકેત ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી મેંદાના લોટની 50 કિલોગ્રામની 85 ગુણી (આશરે કીં.રૂ. 1,18,150) ચોરી કરવામાં આવી હતી. આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.