મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં નેસડા જવાના રસ્તે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા અને રોકડ રૂ. 5.02 લાખ કબ્જે કરીને તમામ શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં નેસડા જવાના રસ્તે વિનોદભાઈ ત્રિભોવનભાઇ પટેલની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો કરીને જુગાર રમતા રવિ પ્રભુભાઈ પટેલ (ઉં.વ. 26), ધવલ ભીમજીભાઈ પટેલ (ઉં.વ. 30), વિનોદભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉં.વ. 45), ચેતનભાઈ મનસુખભાઈ પટેલ (ઉં.વ. 37) (રહે ચારેય. ખાનપર), ભાવેશભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ .52, રહે. રામજી મંદીરની બાજુમાં, રવાપર ગામ) અને કલ્પેશભાઈ ગણેશભાઈ પટેલ (ઉં.વ. 50, રહે. શ્રીજી ટાવર બાયપાસ રોડ, મોરબી) ને રોકડ રૂ. 5,02,000 સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.