મોરબી: ગત તારીખ 2 એપ્રિલના રોજ મોરબીમાં ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો ઇન્ડિયા’સ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો” ની 7મી સીઝન માટે ઓડિશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય અને સંગીત ક્ષેત્રે મોરબીનું ગૌરવ એવા સિંગર અવનીબેન પ્રકાશ ભારતી ગોસ્વામી ફાઇનલ માટે સિલેક્ટ થયેલ છે. જેઓને આગામી જુલાઈ મહિનામાં રાજસ્થાનના જયપુર ખાતે પોતાની પ્રતિભા રજૂ કરવાનો સુંદર મજાનો મોકો મળ્યો છે .આ રિયાલિટી શો SONY TV, B4U તેમજ MTV ચેનલ ઉપરથી આપ લાઈવ નિહાળી શકશો. સાથે સાથે નોંધનીય છે કે, અવની ગોસ્વામી 13 વર્ષની ઉંમરથી સ્ટેજ શો કરી રહી છે.
