Friday, May 2, 2025

ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાં આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો

Advertisement
Advertisement
Advertisement

કચ્છ ભચાઉના વાંઢીયા ગામમાં આજે ચૈત્ર વદ છઠને તા. ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાના પાવન પ્રસંગોની વાત કરીયે તો આજે સવારે ૯ વાગે પોથીયાત્રા પટેલના રામ મંદીરથી નીકળી હતી અને કથાસ્થળ માજી ઉપસંરપચ રાજેશભાઈ માદેવા દેવડાના ધરે શાસ્ત્રોતક પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. આ કથાના વ્યાસપીઠે વક્તા વિષ્ણુબાપુ દાણીધારીયા કથાનું રસપાન કરાવી રહ્યા છે.

ભાગવત કથા સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે. આ ભાગવત કથાની શુભ શરુઆત નાની બાળાઓ દ્વારા દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી અને સમસ્ત દેવડા પરીવાર દ્વારા આયોજીત આ કથામાં ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કથામાં આયોજક અંબાલાલભાઇ સવજીભાઇ દેવડા, ગાંગજીભાઇ ભચુભાઇ દેવડા, દેવજીભાઇ ભચુભાઇ દેવડા, મુરજીભાઈ માદેવાભાઈ દેવડા, કૌશિક કાનજી દેવડા સહિતના હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW