હળવદ : યુપીએસસીની સિલેક્શન કમિટીએ વર્ષ-૨૦૨૦ના ગુજરાત પોલીસ સર્વિસ કેડરના ૨૫ અધિકારીઓની આઇપીએસ (ગુજરાત કેડર) તરીકે પસંદગી કરી છે જેમાં મોરબી જિલ્લાના વતની રાજદીપસિંહ ઝાલાની આઈપીએસ તરીકે પસંદગી કરવામાં આવી છે.
હળવદ તાલુકાના માથક ગામના પનોતા પુત્ર એવા ડો. રાજદીપસિંહ ઝાલાનો આઈપીએસ કેડરમાં સમાવેશ કરાતા હળવદ સહીત સમગ્ર ઝાલાવાડનું નામ રોશન થયું છે. ડો. રાજદીપસિંહ ઝાલાને પ્રમોશન આપી આઈપીએસ કેડરનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે.
(અહેવાલ : જયેશ બોખાણી)