મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ અને સેવાકીય કાર્યો તેમજ ગામના વિકાસકાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વ. અશ્વિનભાઈ બોપલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બોપલીયા પરિવાર તેમજ મહેન્દ્રનગર ગામના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યા અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અશ્વિનભાઈની પુણ્યતિથિ નિમિતે યોજાનાર બંને કાર્યક્રમો મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજી પંપના ગ્રાઉન્ડમાં યોજાશે જેમાં રક્તદાન કેમ્પ તા. 03/05/2022 ને સવારે 8:30 કલાકથી રહેશે તેમજ સત્સંગ સંધ્યા તા. 03/05/2022 ને રાત્રે 8:00 કલાકે યોજાશે જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, ભજનીક શૈલેષ મહારાજ, વિવેક સાંચલા, લોકસાહિત્યકાર રવિન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે જેથી આ તકે દરેક લોકોને સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

