Friday, May 2, 2025

સલામત સવારી એસટી અમારી, બંધ પડે તો ધક્કા મારવાની જવાબદારી તમારી !

Advertisement
Advertisement
Advertisement

મેઈન્ટેનન્સની મોટી મોટી વાતો વચ્ચે ફરી એકવાર એસટીની પોલ ખુલી !

મોરબી : મોરબી બસ સ્ટેન્ડના ડેપો મેનેજરની ઢીલી નીતિના કારણે હંમેશા સરકારી બસની સેવામાં અસુવિધા નજરે પડી રહી છે ત્યારે મોરબીથી ઘાંટીલા તરફ જતી એસટી બસ અચાનક બંધ પડી જતા મુસાફરો દ્વારા ધક્કા મારીને બસ ચાલુ કરવાની ફરજ પડી હતી.

મોરબી ડેપોની સરકારી બસ બે કીમી અંતર કાપ્યા પહેલાં જ કફોડી હાલતમા બંધ પડી જતી હોય છે ત્યારે ગતરોજ મોરબીથી ઘાંટીલા જતી બસ બંધ પડી ગઈ હતી જેથી મુસાફરોને જાતે ધક્કા મારી બસ ચાલુ કરવાની ફરજ પડી હતી. આમ જુઓ તો આ ઘટના કોઈ નવી નથી. અનેક વખત આવી ઘટના બનતી જ હોઈ છે પણ હવે તે જોવું રહ્યું કે આવી ઘટના ક્યારે અટકે છે અને ખરા અર્થમાં સલામત સવારી એસટી અમારી ક્યારે બને છે !

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW