Saturday, May 3, 2025

RTE પ્રવેશ પ્રક્રિયા હેઠળ અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને વધુ એક તક

Advertisement
Advertisement
Advertisement

મોરબી: RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે મોરબી જિલ્લાના ૨૧૩ અરજદારોને વધુ એક તક આપવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવેલ છે.

RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે તા.૨૦/૦૬/૨૦૨૧નાં રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાની ૪૧૮૧ જેટલી ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળેલ હતી. ઓનલાઈન મળેલ અરજીઓની ચકાસણી કરવાની પ્રકિયા જિલ્લા કક્ષાએ તા.૦૬/૦૭/૨૦૨૧ થી તા.૧૩/૦૭/૨૦૨૧માં હાથ ધરવામાં આવેલ હતી. આવેલ અરજીઓની ચકાસણી બાદ કુલ ૨૧૩ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે.

જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અરજદારો તેમજ વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાને લઈ અમાન્ય થયેલ અરજીમાં જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એક તક આપવા આવી છે. જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થયેલ છે. માત્ર તેવા અરજદારો તા.૧૭/o૭/ર૦ર૧ થી તા.૧૯/૦૭/ર૦ર૧ ના સમયગાળા દરમિયાન ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રીજેક્ટ થયેલ અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોકયુમેન્ટ અપલોડ કરવા માંગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. જે અંગેની જાણ અરજદારોને SMS દ્વારા પણ કરવામાં આવશે.

આ સમયગાળા બાદ રીજેક્ટ થયેલ અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ તા.૨૦/૦૭/૨૦૨૧ થી તા.૨૨/૦૭/૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તથા પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૨૭/૦૭/૨૦૨૧, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW