Tuesday, March 10, 2026

RDC બેંક ના કર્મચારીઓ અને કોભડીઓએ મળી ખેડૂત ની જમીન પચાવી પાડવા ષડયંત રચ્યું

Advertisement
Advertisement
Advertisement

RDC બેંક ના કર્મચારીઓ અને કોભડીઓએ મળી ખેડૂત ની જમીન પચાવી પાડવા ષડયંત રચ્યું

ખેડૂતની ધરોહર RDC બેંક કૌભાંડીઓ નો અડ્ડો, ભરતી કોંભડમાં લાખો લૂંટાવી નોકરી મેળવતા કર્મચારીઓ હવે નોકરીનો ઉપયોગ કરી ભૂમાફિયા સાથે મળી ગરીબ ખેડૂતો ની જમીન પચાવી પાડવામાં ભાગીદાર

સૌરાષ્ટ્ર ના મોટા ભાગના ખેડૂતો RDC બેંક માં ખાતાધારક તરીકે જોડાયેલ છે પરતુ હમણાં જમીન કૌભાંડીઓ અને RDC બેંક કર્મચારીની મિલીભગત સામે મોરબી નામદાર કોર્ટ દ્વારા ગુનો દાખલ કરતા સૌરાષ્ટ્ર ભર મા ચર્ચા નો વિષય બન્યો છે

ખેડૂત ની જમીન બે બાબતે જ સુરક્ષિત છે એક રેવન્યુ ઓફિસ અને બીજું અવેજ માટે બેંક ની ગોપનીયતા , મોરબીમાં બને પ્રકાર ના કોભાંડ ની ચર્ચા હાલ ટોક ઓફ ટાઉન છે.

જેમાં મોરબીના ખેડૂત ની કીમતી જમીન પચાવી પાડવા કનૈયાલાલ દેત્રોજા, ઉપેન્દ્ર કાસુન્દ્રા તથા RDC બેંકના મેનેજર દિલીપ વડાવિયા વગેરે વિરુદ્ધ ગંભીર કલમો થી ગુનો દાખલ થયો છે

શરૂઆતમાં તો RDC બેંક દ્વારા ખાતાધારક ને કોઈ જવાબ ન આપ્યો જ્યારે ખાતાધારક કોર્ટના દ્વાર ખખડાવ્યા ત્યારે ૩ વર્ષ બાદ કર્મચારીની સંડોવણી કબૂલી , અને ખાતાધારક ની ગેરહજારી મા ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ટ્રાન્જેક્શન કર્યા નો ઘટસ્પોટ કર્યો પણ તારિક ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ કોણે ખોટી સહી કરી ચેકબુક મેળવવા અરજી કરી તે આજ દિન સુધી બેંકે જાહેર કર્યું નથી કેમ કે આ એક રહસ્ય છે

જેમાં RDC બેંક કર્મચારી દ્વારા ખેડૂતના બેંકખાતા ની ખોટી સહીઓ કરી ગેરકાયદેસર રીતે ચેકબુક મેળવી ખેડૂતની જાણ બહાર કરોડના ટ્રાજેક્શન કર્યા

નવાઈ ની વાત તો એ છે કે RDC બેંકે સ્વિસ બેંક ની પણ સાઈડ કાપી ૨૪ કલાકમાં ચેકબુક પ્રિન્ટ કરવી કોઈ ત્રાહિત વ્યક્તિ ને બોલાવી આપી દીધી અને એ ચેકબુક થી કરોડોના ટ્રોજેક્શન કરી કિંમતી જમીન પચાવી પાડવા અવેજ ની રકમ દેખાડવા આ કોભાંડ થયું

RDC બેંક દ્વારા આવા કૌભાંડી કર્મચારીઓને કૌભાંડના ઇનામ રૂપે પ્રમોશન પણ આપી દીધેલ હોવાની ચર્ચા થી ખેડૂત બેંક ખાતાદારક મા મોટી નારાજગી જોવા મળી છે અને આ આરોપી બેંક કર્મચારી બેંકના અને સહકારી ક્ષેત્ર ના મોટા નેતાના કુટુંબી પણ છે જે આરોપીઓને બચાવવા એડિ ચોટી નું જોર લગાવે છે તેવી ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે

ખેડૂત ની ગેરહાજરી અને જાણબહાર કરોડોના ટ્રાન્જેક્શન ક્શન માં ફરિયાદ RDC બેંકે કરવાની હોય એના બાબતે ખાતાધારક ખેડૂતે ન્યાય માટે કોર્ટમાં જવું પડ્યું જેથી ખેડૂતવર્ગમાં નારાજગી અને રોષ વ્યાપી ગયો હોવાની ચર્ચા એ ચકચાર મચાવી,

Related Articles

Total Website visit

1,595,250

TRENDING NOW