હળવદમાં આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌશાળાના લાભાર્થે તા. 18 એપ્રિલ થી તા. 24 એપ્રિલ સુધી રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. આ કથામાં વક્તા તરીકે રાધેકૃષ્ણ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે.
હળવદ નકલંક ગુરુધામના મહંત દલસુખ મહારાજ અને પીપળીધામના મહંત મુખીબાપુ દ્વારા આયોજીત રામદેવ રામાયણ કથાના આજ પ્રથમ દિવસે વાસુદેવ બાપુ અને 1008 મહામંડલેશ્વર કણીરામ બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કથામાં રામદેવપીરનો જન્મોત્સવ, રામદેવ વિરમદેવના વિવાહ, સગુણાના લગ્ન, હરજીભાઠીનું મિલન વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ કથા દરમિયાન તા. 20 એપ્રિલના રોજ સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથાના છેલ્લા દિવસે 51 કુંડી વિષ્ણુયાગ પણ યોજાશે જેથી હળવદ નકલંક ગુરૂધામના મહંત દલસુખ મહારાજ, પીપળીધામના મહંત મુખી બાપુ તેમજ નકલંક ગુરુધામના સ્વયંસેવકો દ્વારા ભક્તજનોને કથાનું રસપાન કરવા આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.