મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ મંદિર ખાતે હાલ ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ હજારો ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે અને કથામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના પધારી ચુક્યા છે.
ત્યારે ગઈકાલે કથામાં આર.ડી.સી બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ કચ્છ પાટણ જીલ્લાના આહીર સમાજના અધ્યક્ષ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા જેથી કથાના મુખ્ય યજમાન તથા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.

