મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના કોર્પોરેટ અને યુટ્યુબ ફેમ “રમતા જોગી” ઉપસ્થિત રહ્યા હતા

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ જન સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરતના કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ કિરણ ખોખાણી (રમતા જોગી) ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ચુંટણી માટે અને દિલ્હીમાં કરેલા સેવાકીય કામો પ્રજા સુધી પહોંચે એ માટે ચર્ચા કરવામાં આવી હતી.