મોરબી તાલુકાનાં નવી પીપળી ગામે આવેલ શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રોકડીયા હનુમાનજીની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી પીપળી ગામે આજરોજ રોકડીયા હનુમાનની તિથી મહોત્સવ અને મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારુતિયજ્ઞ સવારે 7 કલાકે યોજાઈ ગયો તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. રોકડીયા હનુમાનની તિથી મહોત્સવ નિમિતે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે સંતવાણી રાત્રે 9 કલાકે રોકડીયા હનુમાન મંદિર, ધર્મગંગા સોસાયટી-નવી પીપળી, મોરબી ખાતે યોજાશે જેમાં ભજનિક સ્થાને ગોપાલ સાધુ અને સાહિત્ય કલાકાર સ્થાને ગિરધર બારોટ ઉપસ્થિત રહેશે.
આ તમામ કાર્યક્રમોમાં નવી પીપળી ગ્રામ પંચાયત ભરતભાઈ જેઠલોજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને મોરબી તાલુકા પંચાયતના ચેરમેન રાકેશભાઈ કાવર અતિથિ સ્થાને હાજર રહેશે.
