Saturday, May 10, 2025

મોરબીનાં સરદારનગર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રામામંડળ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી તાલુકાના સરદારનગર (માણેકવાડા) ગામે આનંદેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવ અને રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના સરદારનગર (માણેકવાડા) ગામે આગામી તા. 7 ને શનિવાર અને તા. 8 ને રવિવારના રોજ આનંદેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 8 ના રોજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે સનાતન ધર્મ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગવી શૈલીમાં રામાપીરનું આખ્યાન તથા પરચા રજુ કરાશે. મહાયજ્ઞના યજમાન પદે અરજણભાઈ લવજીભાઈ ગોધવીયા હાજર રહેશે અને યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી પિયુષભાઈ પી.પંડ્યા ઉપસ્થિત રહેશે.

તા. 7 ના રોજ યજ્ઞ પ્રારંભ થશે અને તા. 8 ના રોજ નૂતન મંદિરે ઈંડુ તથા ધ્વજા ચડાવી તેમજ મૂર્તિ સ્થાપના અને બીડું હોમવામાં આવશે. આયોજક અરજણભાઈ અને ઉમેશભાઈએ લોકોને આ કાર્યક્રમોમાં ભાગ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે. વધુ માહિતી માટે મો. 63540 28949 અને 99791 48981 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,847

TRENDING NOW