મોરબી : મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 545 મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા. 26 મી એપ્રિલ 2022 ના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો હોંશભેર ઉજવશે.
મહાપ્રભુજીએ વિશ્વને વૈષ્ણવતાની દીક્ષા આપી બ્રહ્મ સાથે સંબંધ બંધાવી જગતને “શ્રીકૃષ્ણ શરણં મમઃ” નો અદભુત મંત્ર આપી વિશ્વને સેવા અને સ્મરણના પુષ્ટિપંથ પર વિહરતુ કર્યુ છે ત્યારે પ્રતિવર્ષની પરંપરા અનુસાર મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાંના એક મયુર પૂરી-મોરબીના બેઠકજીમાં હષોલ્લાસપૂર્વક આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.
આ નિમિત્તે મોરબી મહાપ્રભુજીની બેઠકમાં ઝારી ચરણસ્પર્શ સવારે 7:00 વાગ્યાથી મધ્યાહન 1:00 વાગ્યા સુધી થશે, જાગ્યાના દર્શન સવારે 7:00 કલાકે, મંગળાદર્શન સવારે 7:30 કલાકે, શ્રીંગાર દર્શન સવારે 08:00 કલાકે, રાજભોગ દર્શન બપોરે 1:00 કલાકે, તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે 3:00 કલાકે થશે અને દર્શન સાંજના 7:00 કલાક સુધી થશે જેથી આ તકે બેઠકજીના ટ્રસ્ટી મોરબી વૈષ્ણવ સમાજ અને મુખ્યાજી અતુલભાઈ ભટ્ટ દ્વારા વૈષ્ણવ સમાજને આમંત્રણ પાઠવ્યું છે.