રોકડ રૂ. 2.45 લાખ કબ્જે કરાયા
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દરોડો કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે ચાર જુગારી મહિલાઓ નાસી છુટતાં પોલીસે સાતેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને રોકડા રૂ. 2,45,100 કબ્જે કર્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં, ભક્તિનગર શેરી નંબર 1 માં આવેલ ચેતનભાઈ પ્રેમજીભાઈ પુજારાના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ચેતનભાઈ પ્રેમજીભાઈ લોહાણા, મોન્ટુ ઉર્ફે મયુરભાઈ દિનેશભાઈ શેઠ અને શૈલેષભાઈ મનસુખભાઈ ઠકકરને ઝડપી પાડયા હતા જ્યારે મેરૂબેન કુરબાનભાઈ સુરાણી, ચાંદનીબેન ચેતનભાઈ લોહાણા, વીણાબેન જયંતીલાલ પટેલ અને મીતલબેન યોગેશભાઈ પટેલ ભાગી જતા પોલીસે ચારેય મહિલાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
જુગારના આ દરોડામાં પોલીસે જુગારપટ્ટમાંથી રોકડા રૂ. 2,45,100 કબ્જે કરીને સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.