Friday, May 2, 2025

ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીની પજવણી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

માળીયા : માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફેક એકાઉન્ટમાંથી ન્યુડ વિડીયો ફોન દ્વારા તેમજ સ્ટોરી મેન્સન કરી મેસેજમાં ગાળો આપીને અજાણ્યા ઈસમ દ્વારા યુવતીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાથી ભોગ બનનાર યુવતીએ માળીયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તા. 7મે થી તા.16 મે દરમિયાન ફેક એકાઉન્ટમાંથી બિભત્સ ફોટો, વિડીયો મેન્શન કરી અજાણ્યા ઈસમ દ્વારા આ યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ કરી બિભત્સ ગાળો આપી તેમજ ન્યુડ વીડીયો ઈન્સ્ટાગ્રામમાં મોકલીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાથી કંટાળીને ભોગ બનનાર યુવતીએ માળીયા મિંયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે માળીયા પોલીસે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને યુવતીની પજવણી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુન્હો નોંધીને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW