Saturday, May 3, 2025

સરકારી મેડિકલ કોલેજ બાબતે નવો ઠરાવ પસાર કરી પ્રજા સમક્ષ મુકો : આપ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબીની સરકારી મેડીકલ કોલેજ રદ્દ કરાતા સામાજીક સંસ્થાઓ, સંગઠનો અને વિરોધ પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે એક અઠવાડીયામાં સરકારી મેડિકલ કોલેજ અંગે નવો ઠરાવ પસાર કરવાની માંગ સાથે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફત આવેદન પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારે ડીસેમ્બર ૨૦૨૦ માં મોરબી શહેરને ૧૦૦ સીટની સરકારી મેડીકલ કોલેજની મંજુરી આપી પરંતુ યેનકેન પ્રકારે ભાજપના મળતિયાઓને લાભ અપાવવા સરકારી મેડીકલ કોલેજમાંથી પ્રાઈવેટ મેડીકલ કોલેજની ફાળવણી કરવાની જાહેરાત થઈ છે જે અંગે આમ આદમી પાર્ટીએ તેમજ પ્રજાએ વિરોધ દર્શાવ્યો હતો.

આ ઉપરાંત જણાવ્યું હતું કે, મેડીકલ કોલેજ જૂની શરત મુજબ જ એટલે કે સરકારી મેડીકલ કોલેજ સ્થપાશે તેવું ભાજપના જીલ્લા પ્રમુખે નિવેદન આપ્યું છે ત્યારે વિરોધ બંધ કરાવવા ભાજપ પક્ષે વચગાળાનો રસ્તો કાઢ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો સરકાર મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવા માંગતી હોય તો તાત્કાલિક ધોરણે નવો ઠરાવ કરી પ્રજા સમક્ષ જાહેર કરે તેવી માંગ આમ આદમી પાર્ટીએ કરી છે અને એક અઠવાડિયામાં નવો ઠરાવ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાજિક આગેવાનોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW