મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં પાણીના ટાંકામાં પડી જતા પરિણીતાનું મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર બેલા ગામ નજીક આવેલ ફ્લોરીશ સીરામીક ફેકટરીના પાણીના ટાંકામાં ડૂબી જતા પુનમબેન પ્રેમજીભાઈ કમલ (ઉં.વ. 26) નામની પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.