Friday, May 2, 2025

મોરબી જીલ્લા કક્ષા ખેલ મહાકુંભની જુડો અને કુસ્તી સ્પર્ધામાં 21 ચંદ્રકો સાથે પાંડાતીરથ શાળા અગ્રેસર

Advertisement
Advertisement
Advertisement

હળવદ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રાથમિક શાળાએ મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધા અને તક્ષશિલા હળવદ ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં ભાઈઓ બહેનોની સ્પર્ધામાં 4 ગોલ્ડ, 9 સિલ્વર, 8 બ્રોન્ઝ સાથે કુલ 21 મેડલ પ્રાપ્ત કરી સરકારી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને હેન્ડ, હાર્ટ અને હેડ એમ થ્રિ એચની કેળવણી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય, ભણતર અને ગણતરની સાથે સાથે બાળકો વિવિધ રમતોમાં પારંગતતા પ્રાપ્ત કરે એ માટે શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે એ અન્વયે હળવદ તાલુકાની પાંડાતીરથ પ્રાથમિક શાળાના શિક્ષકો સંજયભાઈ કરોત્રા, વિજયભાઈ કૈલા, હરેશભાઈ, અવિનાશભાઈ, મનીષાબેન, અલકાબેન તેમજ આચાર્ય મુકેશભાઈ મારવણીયા વગેરેના સંનિષ્ઠ પ્રયત્નોથી નાલંદા વિદ્યાલય-મોરબી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત ભાઈઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને ભાઈઓ બહેનોની જુડો સ્પર્ધા તક્ષશિલા હળવદ ખાતે યોજાઈ હતી જેમાં પાંડાતીરથ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જુદા જુદા વેઈટમાં 4 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ કુલ 21 ચંદ્રકો પ્રાપ્ત કરી ખેલ મહાકુંભમાં ડંકો વગાડ્યો હતો. નાલંદા વિદ્યાલયના સુંદર અને સુચારુ આયોજન બદલ ટીમે આભાર પ્રકટ કર્યો હતો તેમજ સ્પોર્ટ્સ ટીચર જ્યંતીભાઈ વડાવીયાએ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેલ મહાકુંભને સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW