મોરબી તાલુકાના નાની વાવડી ગામ ખાતે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી 219 બોટલો સાથે એલસીબી ટીમે એક ઈસમને ઝડપી પાડીને તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાની વાવડી ખાતે ગામના ઝાંપા પાસે, લુહાર શેરીમાં રહેતા કુમારસિંહ ઉર્ફે કાનભા મેનુભા ઝાલાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કરીને રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી 219 બોટલો (કીં.રૂ. 61,540) સાથે આરોપી કુમારસિંહને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.