મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં દરોડો પાડી ટ્રક ડ્રાયવરના રહેણાંક મકાનમાંથી રૂ. 14,600 ની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા જયેશભાઇ જગદીશભાઇ પરમારે રહેણાંક મકાનમાં પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપીના મકાનમાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 24 બોટલો (કિં. રૂ. 13,800) તેમજ બીયરના 8 ટીન (કિં. રૂ. 800) મળી કુલ રૂપિયા 14,600 નો મુદ્દામાલ મળી આવતા સિટી બી ડિવિઝન પોલીસે આરોપી જયેશભાઈ પરમારની ધરપકડ કરીને પ્રોહિબિશન એક્ટ અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.