Thursday, May 1, 2025

નવી નવલખી ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે માળીયાના નવી નવલખી ગામ નજીકથી જામગરી બંદુક સાથે એકને ઝડપી પાડીને આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માળિયાના નવી નવલખી ગામ નજીકથી આરોપી કાદરભાઇ મામદભાઇ ઉર્ફે અબ્દુલભાઇ જામ/મિયાણા ઉ.25 નામના યુવાનને લાયસન્સ કે પરવાના વગર દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,620

TRENDING NOW