મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ધર્મમંગલ સોસાયટીમાંથી વિદેશી દારૂની 71 બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડીને રૂ. 29,300 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ધર્મમંગલ સોસાયટીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી ભરત ગંગારામભાઈ કુંડારીયાના રહેણાંક મકાનમાંથી મેકડોવેલ નંબર-1 વ્હીસ્કીની 28 બોટલો (કીં.રૂ. 10,500), મેજીક મુમેન્ટ ગ્રેઈન વોડકાની 27 બોટલો (કીં.રૂ. 10,800) તેમજ રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કીની 16 બોટલો (કીં.રૂ. 8000) સહિત કુલ રૂ. 29,400 ની કિંમતની 71 બોટલ મળી આવી હતી જેથી એલસીબીએ આરોપી ભરતને ઝડપી પાડીને બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.