મોરબી : મોરબી શહેરના દાણાપીઠમાં પાણીના ટાંકા પાસેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી (રહે. મોરબી કબીર ટેકરી) ને વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 5100 સાથે ઝડપી પાડીને જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.