હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટાફે દરોડો કર્યો હતો જ્યાંથી પોલીસે 26 હજારથી વધુના દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો જયારે આરોપીની પૂછપરછ દરમિયાન વધુ બે ઈસમોના નામ ખુલતા પોલીસે બંને શખ્સોની શોધખોળ આદરી છે.
હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં ઉધડમાં જમીન વાવવા રાખી ખેતી કરતા સિધ્ધરાજ ધીરુભાઈ ચૌહાણ, પિન્ટુ અશોકભાઈ બોરણીયા અને ધીરુ નાગજીભાઈ ચૌહાણ નામના ત્રણેય શખ્સો વાડીમાં દારૂનો જથ્થો ઉતારીને વેચાણ કરતા હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો કરીને વાડીના ચાહટીયામાં સંતાડી રાખેલ અંગ્રેજી દારૂની વાઈટ લેક વોડકાની 84 બોટલ (કીં.રૂ. 25,200) તથા વાઈટ લેક વોડકાની 180 મીલીની 10 બોટલ (કીં.રૂ. 1000) મળી કુલ રૂપિયા 26,200 ની કિંમતની 94 બોટલ સાથે આરોપી સિદ્ધરાજને દબોચી લીધો હતો જયારે બે આરોપી પિન્ટુ બોરણીયા અને ધીરુ ચૌહાણ વાડીએ હાજર નહીં મળતા પોલીસે બંનેને પકડવા કવાયત હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.