મોરબીના બગથળા ગામના ચોરા પાસે કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધે દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે રહેતા હસમુખ કે વ્યાસ નામના 77 વર્ષીય પ્રૌઢે ગામના ચોરા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.