માળીયા : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના દેત્રોજા પરિવારે દીકરીના જન્મદિવસ નિમિતે ચકલીઘર, પક્ષીઓ માટે ચણના સ્ટેન્ડ અને પાણીના કુંડાનું વિતરણ કરીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
માળીયાના જુના ઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની દિકરી પુર્વાનો આજે તા. 30 ના રોજ જન્મદિવસ છે. આજે પુર્વાએ 6 વર્ષ પુર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વિજયભાઈએ પોતાની વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની સાથે જન્મદિવસને યાદગાર બનાવવા 400 જેટલા ચકલીઘર, 300 જેટલા ચણ માટેના સ્ટેન્ડ અને 350 જેટલા પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે મહેશભાઈ પારજીયા, મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ ઉપસ્થિત રહીને તેમના હસ્તે વિતરણ કર્યું હતું તેમજ જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

