માળીયા : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને માળીયા મિંયાણા તાલુકા ભાજપના કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.
માળીયા તાલુકા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિલેષભાઈ છગનભાઈ સંઘાણી, મહામંત્રી તરીકે નાથાલાલ ગોવિંદભાઈ ડાંગર, ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા અને રમેશભાઈ લાખાભાઈ ખાદા, મંત્રી તરીકે રામજીભાઈ સવાભાઈ ડાંગર, દિનેશભાઈ બચુભાઈ સોઢીયા, સવાભાઈ રવાભાઈ ડાંગર અને હસમુખભાઈ છગનભાઈ વિડજા તેમજ કોષાધ્યક્ષ તરીકે રતીલાલ મકનભાઈ ભાડજાની નિમણુંક કરવામાં આવી છે.
માળીયા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભરતભાઈ ખાંભરા, મહામંત્રી તરીકે ધનેશ્વરભાઈ વ્યાસ, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ રાણાભાઈ ગરચર અને દિનેશભાઈ કરણાભાઈ ખાંભલા, મંત્રી તરીકે પ્રકાશભાઈ ગગુભાઈ બોરીચા, અરવિંદભાઈ નારણભાઈ ઉપાસરીયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ અને બાબુભાઈ ગાંડભાઈ સીસોદીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે હિતેષભાઈ જલુભાઈ સોઢીયાની વરણી કરવામાં આવી છે.
માળીયા તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે કેશવજીભાઈ ગોવિંદભાઈ ઝાલા, મહામંત્રી તરીકે અરવિંદભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડા અને મહેશભાઈ ડોગરભાઈ ચાવડા, મંત્રી તરીકે પ્રવિણભાઈ મનજીભાઈ પરમાર, અમરશીભાઈ દેવજીભાઈ પરમાર, રમેશભાઈ હરીભાઈ ચાવડા અને હકુભાઈ ગજુભાઈ પરમાર તેમજ કોષાધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈ કલાભાઈ ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.