મોરબી એસટી ડેપોએ બે નવા રૂટ ચાલુ કરી જનતાની સેવામાં “સલામત સવારી, એસટી અમારી” સુત્રને સાર્થક કરવાની સરાહનીય કામગીરી કરી છે જેમાં મોરબીથી ભાવનગર, તળાજા અને દ્વારકા-ઓખાનો નવો રુટ શરુ કરવામાં આવ્યો છે.
મોરબી એસટી ડેપોની બસોમાં વધુ ટ્રાફિક રહેતું હોય તેવા રૂટ પર બસો દોડાવવાનું આયોજન કરાયું હોય જેમાં મોરબી એસટી ડેપો દ્વારા મોરબીથી તળાજા અને મોરબીથી ઓખા સુધીની બસ સેવા શરુ કરાઈ છે. મોરબી એસટી ડેપો દ્વારા આજથી બે નવા રૂટ શરુ કરવામાં આવ્યા છે જેમાં મોરબીથી ભાવનગર-તળાજા રૂટની બસ સવારે 05:15 કલાકે અને બપોરે 01:45 કલાકે તેમજ મોરબીથી દ્વારકા-ઓખાની સીધી બસ સેવા પણ શરુ કરવામાં આવી છે. આ બંને રુટ શરુ થવાથી હવે ભાવનગર, તળાજા તેમજ દ્વારકા અને ઓખા જવા સીધી બસ સેવાનો મુસાફરોને લાભ મળી શકશે.