સમગ્ર ભારતના સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી 180 રેન્ક સાથે ઈંગ્લીશ મીડિયમમાં નિટની પરીક્ષા ઉત્તીર્ણ કરી
મોરબી: પ્રીમિયર સ્કૂલ રાજકોટના માર્ગદર્શનથી આમરણ ગામના વતની ડૉ. નિલેશભાઈ ગાંભવા અને ડૉ.મિતલબેન ગાંભવાના સુપુત્ર ચી.દિવ્યએ વર્ષ – ૨૦૨૧ માં ઈંગ્લીશ મીડિયમમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા NEET ની પરીક્ષામાં કઠોર પરિશ્રમ કરીને 720 માંથી 696 માર્ક સાથે સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી ઓલ ઇન્ડિયા રેન્ક 180 પ્રાપ્ત કરી સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અને મોરબીનું ગૌરવ વધારવા બદલ સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી છે.