માળીયા : માળીયાના રાસંગપર ગામ ખાતે સમસ્ત આદ્રોજા પરિવાર સ્નેહમિલન સમિતિ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદ્રોજા પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માળીયા તાલુકાના રાસંગપર ગામ ખાતે સમસ્ત આદ્રોજા પરિવાર સ્નેહમિલન સમિતિ દ્વારા તા. 15 મે ને રવિવારના રોજ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમ હવન અને બીડું હોમ્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આદ્રોજા પરિવારનો સ્નેહમિલન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારીનાં બે વર્ષ બાદ સમસ્ત આદ્રોજા પરિવારનો સમુહમાં પ્રસંગ હોય બહોળી સંખ્યામાં પરિવારનાં સભ્યો હોંશભેર હાજર રહ્યા હતા.